ફિલ્મ ઉદ્યોગમાં વહેંતિયા બેસુમાર છેઃ કંગના રનૌત

0
5

મુંબઈ,તા.૪
મોખરાની અભિનેત્રી કંગના રનૌતે તિરસ્કારભર્યા સ્વરે કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં વહેંતિયા બેસુમાર છે. મારી સફળતાથી એ બધા જલે છે એટલે લવારી કરે છે.
‘મણીકર્ણિકાના ડાયરેક્શનની જવાબદારી મેં લીધી ત્યારે બધા મને રોકતા હતા અને કહેતા હતા કે ફિલ્મ પીટાઇ જશે તો તારી કારકિર્દી ખતમ થઇ જશે. દોષનો ટોપલો તારા પર ઢોળી દેવામાં આવશે. આજે ફિલ્મ સફળ થઇ ત્યારે લોકો બેરોકટોક લવારી કરે છે. મારી સફળતા એ લોકો જીરવી શકતા નથી’ એમ કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એણે કહ્યું કે મારા માટે આ ફિલ્મની સફળતા વિશેષ છે કારણ કે મેં ડાયરેક્શન સંભાળ્યું ત્યારે અડધાથી વધુ ફિલ્મ બની ચૂકી હતી. મારે અડધેથી આગળ વધવાનું હતું અને એ વધુ જાખમી હતું. મેં મનોમન વિચારેલું કે કાં જાખમ ન લેવું ? બહુ બહુ તો ફિલ્મ નિષ્ફળ જશે એટલું જ ને ? મેં જાખમ લીધું અને સદ્ભાગ્યે એ સફળ થયું.
તમે કિયારેય એવું વિચારેલું કે નેગેટિવ પ્રતિભાવ સહન કરવાના આવશે ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે મણીકર્ણિકાના સેટ પર મને અકસ્માત નડયો અને કપાળ પર ૧૮ ટાંકા આવ્યા ત્યારથી લોકો મારી પાછળ પડી ગયા હતા. સાચું કહું તો ફિલ્મ ઉદ્યોગમાં વહેંતિયા બેસુમાર છે. એ લોકો કશું પોઝિટિવ વિચારી કે જાઇ શકતા નથી. તમારી સફળતાથી જલનારા લોકો ઘણા છે. પરંતુ હવે હું આવા બધાથી ટેવાઇ ગઇ છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY