બૅક્ટેરિયાનો સામનો કરી શકે તેવા નવા કુત્રિમ કોષ વિક્સાવાયા

0
13

મુંબઈ,તા.૯
વૈજ્ઞાનિકોએ ‘લેગો બ્લોક’ નામના આર્ટિફિશિયલ કોષો (સેલ્સ) વિક્સાવ્યા છે જે બૅક્ટેરિયાને શોધીને તેનો ખાત્મો બોલાવી શકે છે. આ નવા સેલ્સને કારણે ઇન્ફેક્શન્સ સામે નવી સારવાર પદ્ધતિ વિકસાવવામાં મદદ મળશે.
આ આર્ટિફિશિયલ કોષો જીવંત કોષો જેવી જ વિશેષતાઓ ધરાવે છે, પરંતુ તે અલ્પજીવી છે અને તેમનું વિભાજન થઇ તેમાંથી નવા કોષ ઉત્પન્ન નથી થઇ શકતા. ઇ કોલી બૅક્ટેરિયા પર અનન્ય રાસાયણિક સિગ્નેચરને પ્રતિસાદ આપવા માટે આ કોષોની રચના કરવામાં આવી હતી.
આ કામની દેખરેખ રાખતા અને સંચાલન કરતા યુનિવર્સિટી આૅફ કેલિફોર્નિયા, ડેવિસના આસિસ્ટંટ પ્રોફેસર ચિમેંગ ટૅને જણાવ્યું હતું કે,‘અમે બૅક્ટેરિયાનો નાશ કરવા માટે લેગો બ્લોક્સ જેવા આર્ટિફિશિયલ કોષોનું એંજિનિયરિંગકર્યું હતું.’
આ કોષો લિપોસોમ્સમાંથી અથવા કોષ જેવી લિપિડ મેમ્બ્રેન ધરાવતા બબલ્સ અને પ્રોટીન, ડીએનએ અને મેટાબોલાઇટ્‌સ સહિતના શુદ્ધ કરવામાં આવેલા સેલ્યુલર ઘટકોમાંથી બનાવવામાં આવ્યા છે. અગાઉ આર્ટિફિશિયલ કોષો માત્ર પોષક સમૃદ્ધ વાતાવરણમાં જ સફળ રહેતા હતા. અન્ય સારવાર સામે પ્રતિરોધ દર્શાવતા ઇન્ફેક્શનનો સામનો કરવા માટે ભવિષ્યમાં આ એનતીબૅક્ટેરિયલ આર્ટિફિશિયલ સેલ્સનો ઉપયોગ થઇ શકે છે.(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY