શહિદ પતિનું સ્વપ્નુ પુરુ કરવા પત્ની ભારતીય સેનામાં જાડાઈ

0
16

ન્યુ દિલ્હી,તા.૯
ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ આઉટ થયેલી લેટસ્ટ બેચમાં એક મહિલા ઓફિસર પણ છે જેના ચહેરા પર ખુશીની સાથે પતિનું સ્વપ્ન પુરુ કરવાનુ ગૌરવ પણ જાઈ શકાય છે.
નીરુ સંબ્યાલ હવે આર્મીની લેફટન્ટન છે અને બીજી માઉન્ટેન ડયુ રેજિમેન્ટમાં તેનુ આસમમાં પોÂસ્ટંગ થયુ છે. એક બાળકીની માતા એવી નીરુના પતિ ભારતીય સેનામાં હતા. ફરજ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે તેમનું મોત થયુ હતુ.
નીરુનુ કહેવુ છે કે પતિના બલિદાને મને સેનામાં ભરતી થવા માટે પ્રેરિત કરી હતી. નીરુએ એ પછી પહેલી જ ટ્રાયલમાં એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી હતી. ૨૦૧૩માં રવિન્દ્ર સિંહ સાંબ્યાલ સાથે નીરુના લગ્ન થયા હતા. તે સમયે રવિન્દ્રસિંહ બીજી જમ્મુ કાશ્મીર રાયફલમાં હતા. લગ્નના ત્રણ જ વર્ષમાં રવિન્દ્રસિંહનુ મોત થયુ હતુ.
નીરુ કહે છે કે મારા પતિની રેજિમેન્ટે પરિવારની જેમ મારી સંભાળ લીધી છે. જા મને કંઈ થઈ જશે તો હું જાણું છુ કે તેઓ મારી દીકરીની સંભાળ લેવા માટે હાજર રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY