ટ્રક ચાલાકે બસ ની આગળ કહ્યું તું કેમ મારી આગળ નીકળી જાય છે એમ જણાવી ફોન દ્વારા દસેક વ્યક્તિઓને બોલાવ્યા ટોળાએ પથ્થરમારો કરી બસનો કાચ તોડ્યો
રાજપીપલા:શનિવારે સવારે મહારાષ્ટ્ર ડેપોની એક એસ ટી બસ નં.એમ એચ 20 બી એલ 4127 રાજપીપલા ના કાલાઘોડા બસ સ્ટેન્ડ પાસે આવી ત્યારે પાછળ થી આવેલી એક ટ્રક ના ચાલકે ટ્રક બસ ની આગળ લાવી ઉભી કરી બસના ડ્રાઈવર ને તું કેમ મારી આગળ નીકળે છે એમ જણાવી ગાળો આપી ફોન કરતા બીજા દસેક વ્યક્તિઓ ત્યાં આવી જઈ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી દસેક હજારનું નુકસાન કરતા બસ ચાલક હેમંત અમૃત પાટીલે રાજપીપલા પોલીસ મથકે અજાણી ટ્રક ના ચાલાક અને બીજા દસેક માણસો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ રાજપીપલા પી.એસ.આઈ.એ. એમ.પરમાર કરી રહ્યા છે.
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"