વેલીયન્ટ ક્રિકેટ દ્વારા ઓમાન ઇન્ટરનેશનલ ખેલાડી જતિન્દરસિંગ નો કેમ્પ યોજાશે

0
25

રાજપીપલા : ઓમાન ક્રિકેટ ટીમ ના ખ્યાતનામ ક્રિકેટર કે જેઓ ઓમાનના સચિન તરીકે પણ જાણીતા છે.તે જતિન્દરસિંગ કે જે ઓમાન ક્રિકેટમાં ખૂબ જ લોકપ્રિય છે.એમની ફેન ફોલોઇંગ ધીરે ધીરે ભારતમાં પણ વધી રહી છે.ભારતમાં જ તેઓ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા અને તાજેતરમાં જ રમાયેલ BDM કપમાં કેપ્ટન બન્યા બાદ ની પ્રથમ સિરીઝ માં જ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

નાના એવા નર્મદા જિલ્લાના ક્રિકેટરો ને પણ આ કેમ્પમાં જતિન્દરસિંગ માર્ગદર્શન આપવાના છે.ત્યારે વેલીયન્ટ ક્રિકેટ ટીમના ક્રિકેટરો વિપુલ નારીગરા, રિચિ શુક્લા, પ્રતીક મેહતા,વિશાલ પાઠક,ગૌરાંગ દવે અને સહદેવસિંહ સોલંકી સાથે સારી મિત્રતા ધરાવે છે.

હાલમાં જ ગુજરાતના ક્રિકેટરોની સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ થઈ રહ્યા છે.જેનું એક સેશન ઓમાનના સ્ટાર ક્રિકેટર ટીમના જતિન્દરસિંગ લેવાના છે.તેઓની સાથે તે કેમ્પમાં વિપુલ નારીગરા, રિચિ શુક્લા, વિશાલ પાઠક,ગૌરાંગ દવે અને સહદેવસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહેશે.અને નર્મદા જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત એ છે કે જિલ્લા ના ક્રિકેટરો આ કેમ્પ માં ભાગ લેશે અને એક ઇન્ટરનેશનલ ખેલાડી પાસે થી ક્રિકેટ વિશે નું માર્ગદર્શન મેળવશે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY