બેંગ્લુરુ,તા.૧૧
હવે એમેઝોન પર ગ્લોબલ સ્ટોરમાંથી એમેરિકાની કોઈ વસ્તુની ખરીદી કરવી તે એક મુશ્કેલ બાબત થઈ ગઈ છે. આમ એફડીઆઈના નવા નિયમ અંતર્ગત થયું છે. આ નિયમ ગત મહિને લાગુ થયો છે. ગ્લોબલ સ્ટોરને ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જાકે હવે એફડીઆઈના નવા નિયમના કારણે તેનું અસતિત્વ સંકટમાં છે. આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સામનમાં ખૂબ જ ઝડપીથી ઘટાડો જોવા મળી રહ્યો છે.
એમેઝોન એક્સપોટ્ર્સ સેલ્સ એલએલસી આ ગ્લોબલ સ્ટોરનું સંચાલન કરે છે. તેની પર ફેબ્રુઆરી પહેલા ઓછામાં ઓછી ૬૦ લાખ પ્રોડકટ્સ ઉપલબ્ધ હતી. જાકે ગત મહિને લાગૂ થયેલા નિયમોના કારણે ફ્રેબ્રુઆરીમાં તેની સંખ્યા માત્ર ૬૦૦૦ થઈ ગઈ છે. ઓનલાઈન માર્કેટપ્લેસ ડેટાની માહિતી રાખનાર માર્કેટપ્લેસ પલ્સે તેની માહિતી આપી છે.
મામલાની માહિતી રાખનાર એક સૂત્રએ કહ્યું કે કંપની તરફથી આ બાબતે એટલે ઝડપ કરવામાં આવી કે ભારતના બિઝનેસને બચાવવાનો હતો. છેલ્લા થોડા સપ્તાહથી ગ્લોબલ સ્ટોર એક રીતે અસતિત્વમાં જ નથી. એફડીઆઈનો નવો નિયમ કોઈ માર્કેટપ્લેસનો ઈકિવટી ઈન્ટરેસ્ટ રાખનાર સેલરને તે જ પ્લેટફોર્મ પર સામાનનો વેચાણ કરવાથી રોકે છે. ગત મહિને એમેઝોનને તેની જ સેલર ફર્મ્સ કલાઉડટેલ અને અપ્પારિયામાં સ્ટોક ઓછો કરવો પડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



