દક્ષિણ બેંગલુરુની બેઠક પરથી ભાજપા તરફથી તેજસ્વી સુર્યાને ટિકિટ મળી

0
6

બેંગલુરુ,તા.૨૬
બીજેપીનો યુવા ચહેરો તેમજ યુવા વકીલ તેજસ્વી સુર્યાને ભારતીય જનતા પાર્ટી તરફથી દક્ષિણ બેંગલુરુની બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર ખૂબ લાંબી ચર્ચા વિચારણા અને ડ્રામા બાદ તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. એવી પણ ચર્ચા ચાલી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત કર્ણાટકની દક્ષિણ બેંગલુરુ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.
મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ પાર્ટી તરફથી આ બેઠક માટે તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક માટે તા. ૧૮મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. બીજેપીએ તેના પર વિશ્વાસ મુકિયો તેનો ઉત્સાહ તેજસ્વી સુર્યાએ કરેલા ટિવટ પરથી જાઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ બેંગલુરુ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનંત કુમાર ચૂંટાઈ આવ્યા હતા, ગત વર્ષે તેમનું નિધન થયું હતું. ૧૯૯૯માં અનંત કુમારે કોંગ્રેસના બીકે હરીપ્રસાદને હાર આપી હતી અને ત્યારબાદ તેઓ અહીંથી સતત ચૂંટાયા હતા.
તેજસ્વી સુર્યા આરએસઆસની વિચારધારાથી પ્રભાવિત છે. તે કર્ણાટકના ધારાસભ્ય રવી સુબ્રમણ્યનો ભત્રીજા છે. તેજસ્વી પાર્ટીનો સૌથી યુવા ઉમેદવારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY