બેંગ્લુરુ,તા.૧૬
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની બેગની ચૂંટણી પંચના ફ્લાઈંગ સ્ક્વોડે તપાસ કરી હતી. યેદિયુરપ્પા શિવમોગાના હેલિપેડ પરથી પોતાના હેલિકોપ્ટરમા ઉડ્ડયન ભરવાની તૈયારીમાં જ હતા ત્યારે ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચૂંટણી પંચ આકરું વલણ અપનાવી રહ્યુ છે. સોમવારે ઉત્તરપ્રદેશના ચાર દિગ્ગજ નેતાઓ પર ૨-૩ દિવસ માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચ ચૂંટણી પર થનારા ખર્ચાઓ પર પણ ધ્યાન રાખી રહી છે. મંગળવારે સવારે ચૂંટણી પંચની ટીમે બેંગલુરુમાં ઘણા સ્થળે દરોડા પાડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




