બેંગ્લુરુ,તા.૨૭
કર્ણાટક પોલીસને શુક્રવારે એક ટેમ્પા ડ્રાઈવરે ફોન કર્યો. તેણે ઘણાં મોટા શહેરોમાં આતંકી હુમલો થવાની વાત કરી હતી. શનિવારે બેંગલુરુ રુરલના એસપીએ આ ફોન કોલને નકલી ગણાવ્યો હતો. ફોન કરનાર ૬૫ વર્ષનો ટેમ્પા ડ્રાઈવર એક પૂર્વ સૈનિક છે. તેની ઓળખ સુંદર મૂર્તિ તરીકે કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સુંદર મૂર્તિના ફોન કોલના આધારે ૬ રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેંલગાણા, ગોવા, મહારાષ્ટ્ર અને પોંડિચેરીને પત્ર લખીને આતંકી હુમલાની શંકા વ્યક્ત કરી હતી.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, પોતાની જાતને ટેમ્પા ડ્રાઈવર ગણાવતા વ્યકિત સ્વામી સુંદર મૂર્તિએ શુક્રવારે સાંજે ૫.૩૫ વાગે હોસુર (તમિલનાડુ) જતી વખતે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. તે તમિલ અને ટૂટેલી-ફૂટેલી હિન્દીમાં વાત કરી રહ્યો હતો. તેનો દાવો હતો કે ઘણાં રાજ્યોના મોટા શહેરોમાં જેવા કે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્ર, તેલંગાણા, ગોવા, પોંડિચેરી અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થવાની માહિતી મળી છે.
આતંકી હુમલા ટ્રેનમાં પણ થઈ શકે છે. સુંદરનો એવો પણ દાવો હતો કે તમિલનાડુના રામનાથપુરમમાં ૧૯ આતંકીઓ છુપાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



