બેંગ્લુરુ,તા.૨૨
કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા પહેલાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગરમાયેલા રાજકારણ મધ્યે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન માટે રાહતના સમાચાર છે. જાણવા મળ્યું છે કે ભાજપે કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીની આગેવાની હેઠળની ગઠબંધન સરકારને પાડવા માટે પોતાના કથિત ‘ઓપરેશન લોટસ’ ચૂંટણીના પરિણામો આવતા સુધી સ્થગિત કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પાને મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપના પ્રયાસના પરિણામ આવવા સુધી રાહ જોવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતિમાં હોવાનો દાવો કર્યો છે.
એક્ઝિટ પોલની આગાહીથી યેદિયુરપ્પા ઉત્સાહમાં આવીને કર્ણાટકની ગઠબંધન સરકાર પાડવાની કવાયતમાં લાગી ગયા હતાં. પરંતુ તેમને કથિત ‘ઓપરેશન લોટસ’ રોકવા માટે પાર્ટી હાઇ કમાન્ડ તરફથી નિર્દેશ આપવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




