બેંગ્લુરુ,તા.૧૯
કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં યેલહાકા એરપોર્ટ પર એરશો દરમિયાન બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજાને અથડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. નોંધનીય છે કે, બંને પાયલટે એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એરક્રાફ્ટ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે જ અથડાઈ ગયા હતા. એર શો ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. પરંતુ તે પહેલાં જ રિહર્સલ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે.
દ્વિવાર્ષિક એર શો ‘એરો ઈન્ડિયા ૨૦૧૯’નું આયોજન ૨૦થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લુરુમાં કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેનાના યેલહાંકા એરપોર્ટ પર કરવામાં આવ્યું છે. આ એર શોમાં વૈશ્વિક અને ભારતીય એરોસ્પેસની ટેક્નોલોજી અને પ્રોડક્ટ્ને રજૂ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





