ફાયનાન્સ કંપનીમાં રૂપિયા ડૂબી જતા એજન્ટે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0
199

સુરત,
તા.૧૪/૦૩/૨૦૧૮

લેણદારોએ ઉઘરાણી શરૂ કરતા માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું

ડિંડોલીમાં એક ફાયનાન્સ કંપનીમાં રૂપિયા ડૂબી જતા એક એજન્ટ દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એજન્ટે કંપનીમાં રૂપિયા ડૂબતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરતા માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

નવા ગામ ડિંડોલી ખાતે સુધાકર ઈન્દુકર પરિવાર સાથે રહે છે. અને પુણા ગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. જાકે, આ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબી ગયા હતા. જેમાં સુધાકરભાઈએ અસંખ્ય લોકોની કંપનીમાં પોલીસ કરાવી હતી. જાકે, મુદતે રૂપિયા નહીં મળતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી માનસિક તણાવમાં સુધાકરભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, પુણા ગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની કંપનીમાં સુધાકરભાઈ એજન્ટ તરીકે કામ કરતા હતા. અસંખ્ય લોકોની કંપનીમાં પોલિસી કરાવ્યા બાદ મુદતે રૂપિયા નહીં મળતા ધારકોએ પોતાની ઉઘરાણી શરૂ કરી હતી. કંપની દ્વારા આપવામાં આવેલા બોન્ડ પણ બનાવટી હોવાના પોલિસીધારક અને મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.

કંપનીના રૂપિયાને લઈને સુધાકરભાઈ સતત માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન કંપનીએ યોગ્ય જવાબ ન આપતા પુણા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. છતાં કોઈ નીવેડો ન આવતા લેણદારોએ સુધાકરભાઈ પાસે ઉધરાણી શરૂ કરી હતી. કંપની દ્વારા અસંખ્ય લોકો સાથે ૩ કરોડથી વધુનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY