ઈસ્લામાબાદ,તા.૬
પાકિસ્તાનની એક અદાલતે લાહોર જિલ્લા તંત્રને નિર્દેશ આપ્યો છે કે તેઓ શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતાસેનાની ભગતસિંહના નામ પર રાખવાનો નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન ૮૭ વર્ષ પહેલા સ્વતંત્રતાસેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ અને તેમના સાથીદારો રાજગુરુ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં ૨૩ માર્ચ-૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક આ સ્થાન પર બનેલો છે.
લાહોર હાઈકોર્ટના ન્યાયાધીસ શાહીદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રાશિદ કુરૈશીની અરજી પર સુનાવણી કરતા લાહોરના નાયબ કમિશરનને આદેશ કર્યો છે કે તેઓ કાયદાની મર્યાદામાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામ પર રાખવા બાબતે નિર્ણય કરે. અરજદારની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતાસેનાની છે. તેમણે પોતાના સાથીદારો સાથે મળીને આઝાદી માટે બલિદાન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતુ કે તેમણે ભારતીય ઉપખંડમાં ભગતસિંહ જેવો બહાદૂર વ્યક્તિ જાયો નથી. અરજદારની દલીલ હતી કે ન્યાયના દ્રષ્ટિકોણથી શાદમાન ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે તે યોગ્ય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



