વિવાદો વચ્ચે નાના પાટેકરે આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

0
10

મુંબઈ,તા.૩
નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો વિવાદ વકરી ગયો છે. રોજ રોજ આ મુદ્દે નવી વાત આવી રહી છે. જાકે હવે તનુશ્રીને મુલાકાતો આપીઆપીને વધુ પડતું બોલવાથી ગળામાં સોજા આવી જતાં થોડો સમય વિરામ લીધો છે.
નાના પાટેકર પોતાના આગામી ફિલ્મના સેટ પરથી ગાયબ થઇ જવાની વાત હતી, પણ નાના પાટેકરે આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
”તનુશ્રી દત્તાના આરોપ બાદ નાના પાટેકર હોટલની પોતાની રૂમમાંથી બહાર જ નીકળ્યા નહોતો. તેણે લોકો સાથે હળીમળી પણ નહોતો રહ્યો. પરંતુ હવે નાના પાટેકરે ‘હાઉસફુલ ૪ નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્માતાએ સેટ પર સિકિયોરિટી કડક કરી દીધી છે. ફિલ્મના સેટ પર ફક્ત યુનિટના લોકોને જ જવાની છૂટ આપવામાં આવી છે. નિર્માતાએ સેટ પર મોબાઇલ ફોન લાવવા પર પણ પાબંધી કરી દીધી છે. હવે ફક્ત કલાકાર જ સેટ પર સેલફોન લઇ જઈ શકે , તેમ સૂત્રે જણાવ્યું હતું.
નાના પાટેકર આ ફિલ્મમાં એક ગઝલ ગાયકની ભૂમિકા ભજવી રહ્યો છે. તેઆ ફિલ્મમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનોન, કૃતિ ખરબંધા, પૂજા હેગડે અને ચંકી પાડે કામ કરીરહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY