પટણા,તા.૧૯
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ તપાસની શરૂઆત કરી છે. શેલ્ટર હોમ મામલે નીતિશ સરકારના પૂર્વ મંત્રી મંજૂ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંજૂ વર્મા બાદ તેના પતિ ચંદ્રશેખર વર્મા વિરૂદ્ધ પણ કેસ દાખલ થયો.
શેલ્ટર હોમ મામલે મંજૂ વર્માના પતિ ચંદ્રશેખરનું નામ સામે આવતા મંજૂ વર્માને રાજીનામું આપવુ પડ્યુ હતું. રાજીનામા બાદ સીબીઆઈએ ૧૭ ઓગસ્ટના રોજ મંજૂ વર્માના નિવાસ સ્થાન સહિત ૧૨ જેટલા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમ્યાન પોલીસને મંજૂ વર્માના નિવાસ સ્થાનેથી ૫૦ જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત સીબીઆઈ શેલ્ટર હોમના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની હોટલમાં પણ દરોડા પાડ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



