રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો અને સમાજના મહાનુભાવોનો સન્માન સમારોહ યોજયો

0
24

ભરૂચ,
આજ રોજ ભરૂચમાં આવેલ ડો,બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગા,ડો આંબેડકર રાષ્ટ્રીય સેવા સંચાલિત શિક્ષણ સમિતિ દ્રારા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો અને સમાજના મહાનુભાવોનો સન્માન સમારોહ યોજયો હતો.

સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગા,ડો આંબેડકર રાષ્ટ્રીય સેવા સંચાલિત શિક્ષણ સમિતિ દ્રારા રોહિત સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષણમાં સારા માર્કે સાથે ઉત્તીર્ણ થયેલા
તેજસ્વી તરલાઓનો મહાનુભાવોના હસ્તે સન્માન સમારોહ યોજયો હતો.જ્યારે સમાજમાં પણ સારી કામગીરી કરનારા સમાજના આગેવાનો અને મહાનુભવોનો પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના પ્રમુખ છગન ગોડીગજબાર,સમારંભના ઉદ્ઘાટક તરીકે નૈષધ મકવાણા, તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત,જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, ખેડૂત આગેવાન જયેશ પટેલ, જંબુસરના પ્રભુદાસ મકવાણા સહિત મોટી સંખ્યામાં રોહિત સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY