સાંસદ તરીકે રિટાયર થતાં પહેલાં તેંડુલકર જમ્મુ માટે સારું કાર્ય કરતાં ગયા

0
58

ન્યુ દિલ્હી,
તા.૩૦/૦૩/૨૦૧૮

દિગ્ગજ ક્રિકેટર સિચન તેંડુલકરે સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ એટલે કે સાંસદ નિધિ કોષમાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઇમ્પરિયલ એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ દુર્ગમુલ્લા સ્કૂલની બિલ્ડંગના બાંધકામ માટે ૪૦ લાખ રૂપિયા આપ્યા છે. આપને જણાવી દઇએ કે આ ક્ષેત્રની એક સ્કૂલ ઇમ્પરિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટટ્યૂટ દુર્ગમુલ્લાનું નિર્માણ ૨૦૦૭માં થયું હતું. તેમાં ધોરણ ૧ થી ૧૦ સુધી લગભગ ૧૦૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. રાજ્યસભા તેંદુલકરના ફંડમાંથી આ સ્કૂલના ૧૦મા ધોરણના, ૪ પ્રયોગશાળા, પ્રશાસનિક બ્લોક, ૬ પ્રસાધન અને એક પ્રાર્થના હોલનું બાંધકામ કરાશે. આની પહેલાં તેંદુલકરે દક્ષિણ મુંબઇની એક સ્કૂલના રિનોવેશન અને નવા રૂમ બાંધવા માટે ફંડ આપ્યું હતું. એમપીલેડ ફંડમાંથી તેંડુલકર દેશના વિભિન્ન ભાગોમાં સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જાડાયેલા ૨૦ પ્રોજેક્ટમાંથી ૭.૪ કરોડ રૂપિયાની રકમ આપી ચૂકયા છે.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર વર્ષ ૨૦૧૨મા રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદ થયા હતા. રાજ્યસભાના ૬ વર્ષના તેમના કાર્યકાળ દરમ્યાન સચિન કેટલીય વખત પોતાની ગેરહાજરીને લઇ કેટલીય વખત ઘેરાયા છે. કેટલાંક ટીકાકારોનું કહેવું હતું કે રમત સાથે જાડાયેલ સચિન રાજ્યસભા સાંસદ હોવા છતાંય કયારેય તેની સાથે જાડાયેલ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.

સચિને અપીલ કરતાં આગળ લખ્યું કે આવા હેલમેટ બનાવનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જે ખરાબ ક્વોલિટીનો સામાન ઉપયોગ કરીને હેલમેટ બનાવી રહ્યા છે અને પછી તેને આઇએસઆઇના નકલી નિશાનની સાથે વેચી રહ્યાં છે. સચિને લખ્યું કે એક રમતવીર હોવાના નાતે હું સમજી શકું છું કે જ્યારે અમ મેદાન પર રમીએ છીએ ત્યારે હાઇ ક્વોલિટીની સેફ્ટીની વસ્તુઓ કેટલી અગત્યની હોય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY