અમે ભારતમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સુધી રાહ જોઈશું પરંતુ ત્યારબાદ ભારતને પણ પગલાં ભરવા પડશે

0
13

હાફિજ સઈદ અને દાઉદ પર બોલ્યા ઈમરાન ખાનઃ ‘આપણે જૂની ભૂલોમાંથી શીખવું જાઈએ’
ઇસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે ફરી એકવાર અપીલ કરી કે બંને દેશોની વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં ભારતને પણ પગલાં ભરવા પડશે. એક ખાસ વાતચીતમાં કહ્યું કે, એકતરફી પ્રયાસો લાંબા સમય સુધી કારગર નથી હોતા. અમે ભારતમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સુધી રાહ જાઈશું પરંતુ ત્યારબાદ ભારતને પણ પગલાં ભરવા પડશે.
ઈમરાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિજ સઈદ હવે પાકિસ્તાનમાં જાહેરમાં કેમ ફરી રહ્યો છે તો તેમણે કહ્યું કે અમેરિકાએ હાફિજ સઈદ પર પ્રતિબંધ લગાવેલો છે. આ મામલો પહેલા જ કાયદાની સીમામાં છે અને આતંકની વિરુદ્ધ દેશમાં કડક નીતિ છે.
બીજી તરફ, અંડરવર્લ્ડ ડોન અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને સંરક્ષણ આપવાન મામલે ઈમરાને કહ્યું કે, પહેલાના સમયમાં અનેક મુદ્દાઓ પર પગલાં નથી લેવામાં આવ્યા. આપણે ભૂતકાળમાં ન રહેવું જાઈએ, તેનાથી શીખવું જાઈએ.
ઈમરાન ખાને કહ્યું કે, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાત કરવામાં ખુશી થશે. ઈમરાન ખાને મુંબઈ હુમલાના ગુનેગારોને સજા આપવા પર કહ્યું કે, હાફિજ સઈદ પર સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવ્યો છે. જમાત-ઉદ-દાવા પ્રમુખ પર પહેલાથી જ સકંજા કસાયેલો છે.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની બહાર આતંકવાદ ફેલાવવા માટે મંજૂરી આપવી અમારા હિતમાં નથી. કાશ્મીર મુદ્દા પર તેઓએ કહ્યું કે કંઈ પણ અશક્ય નથી. પાકિસ્તાનના લોકો ભારતની સામે શાંતિ ઈચ્છે છે. અહીંના લોકોની માનસિક્તા બદલાઈ ચૂકી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY