ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ વસ્તુ અને સેવા કર (જીએસટી) સાથે જાડાયેલ એક નવી વાત જણાવી છે. તેમને કહ્યું છે કે, જ્યારે અમે દેશમાં જીએસટીને લાગૂં કરી રહ્યાં હતા ત્યારે અમે એક એક્સપેરિમેન્ટ કર્યો. તેમને કહ્યું દેશમાં આવી રીતનો પ્રથમ મામલો હતો.
જેટલીએ જણાવ્યું કે, જીએસટીને સફળ રીતે લાગૂ કરવા માટે અમે એક સંસ્થા બનાવી. આ સંસ્થામાં કેન્દ્રીય નાણામંત્રી અને બધા રાજ્યોના નાણામંત્રી સામેલ છે. અમે બધા સહમતિથી નિર્ણય લઈએ છીએ. જેટલીએ કહ્યું કે, દેશમાં એવા સેક્ટર (હેલ્થકેર અને એગ્રીકલ્ચર) છે, જેમાં આવી જ રીતની વ્યવસ્થાની જરૂરત છે અને આ એક્સપેરિમેન્ટ કરી શકાય છે.
સીઆઈઆઈના એક કાર્યક્રમમાં અરૂણ જેટલીએ કહ્યું કે, જ્યારે અમે જીએસટી લાગૂ કર્યું તો એક સંસ્થા બનાવી. આ સંસ્થામાં કેન્દ્રીય નાણામંત્રી સાથે-સાથે બધા રાજ્યોના નાણામંત્રી સામેલ છે. અમે બધા નિર્ણય બધાની સહમતિથી લીધા છે. આ ભારતમાં સંસ્થા બનાવીને કામ કરવાનો પ્રથમ પ્રયોગ છે.
તેમને કહ્યું કે, બે અન્ય એવા ક્ષેત્ર છે. જેમાં ફેડરલ સંસ્થાની ખુબ જ જરૂરત છે. જીએસટી માટે આ સંવેધાનિક રીતે ઉપલબ્ધ કરાવવામા આવ્યો હતો. જાકે જે ક્ષેત્રમાં આની ખુબ જ જરૂરત છે તેને આ સંવેધાનિક રૂપમાં ઉપલબ્ધ કરાવવામા આવી રહ્યો નથી. જેટલીએ જણાવ્યું કે, આ બંને ક્ષેત્ર સ્વાસ્થ્ય અને ખેતીના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





