વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકન રાષ્ટ્રીતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એકવાર ફરી કહ્યુ છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ૧૦૦ ટકા આયાતવેરો વસૂલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે અમે વેરો ખતમ કરીને મુક્ત વેપાર કરવા માંગીએ છીએ. ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોમાંથી અમેરિકા જતા ઉત્પાદનો પર આયાતવેરો વધાર્યો છે. પોતાના ફેંસલાનો બચાવ કરતા તેમણે કહ્યુ કે વેપાલ સંતુલન માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. થોડાક દિવસ પહેલા ભારતે પણ અમેરિકાથી આયાત થતા ૨૯ ઉત્પાદનો પર વેરો વધારવાનો નિર્ણય લીધો હતો.
ટ્રમ્પે જી-૭ સમિટ દરમિયાન આપેલા પોતાના નિવેદનને યાદ કરતા કહ્યુ કે આપણે તમામ પ્રકારના વેરાઓ અને અવરોધોને ખતમ કરીને વેપારને સરળ બનાવવો જાઇએ. આ પહેલા અમેરિકાએ ૯ માર્ચના રોજ ભારતથી આવનારા સ્ટીલ પર ૨૫% અને એલ્યુમિનિયમ પર ૧૦% આયાવેરો વધારી દીધો હતો. આ કારણે ભારત પર ૨૪ કરોડ ડોલર એટલે કે વાર્ષિક આશરે ૧૬૫૦ કરોડ રૂપિયા વધારાનો બોજ પડ્યો છે.
ભારત દર વર્ષે ૧૦ હજાર કરોડ રૂપિયાનું સ્ટીલ અને એલ્યુમિનિયમ અમેરિકામાં નિકાસ કરે છે. ટ્રમ્પના ટ્રેડ વોરના જવાબમાં ભારતે ગયા અઠવાડિયે ડબલ્યુટીઓમાં ૩૦ એવી આઇટમ્સનું લિસ્ટ સોંપ્યું હતું જેના પર ૫૦% સુધી આયાતવેરો વધી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





