બેઈજિંગ,તા.૨૭
દુનિયામાં જ્યાં દુશ્મનો પર નજર રાખવા માટે ઘણાં દેશો ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે ત્યાં ચીન તેનો ઉપયોગ તેમના નાગરિકો પર નજર રાખવા માટે કરી રહ્યા છે. હાલ આ ટેક્નોલોજીનો ઉપયોગ વિવિધ પાંચ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાલ આ ડ્રોન શિનજિયાંગના વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યું છે. અહીં ચીનની સીમા પાકિસ્તાન, રશિયા અને ભારત સહિત અલગ અલગ ૮ દેશો સાથે જાડાયેલી છે. શિનજિયાંગ વિસ્તારમાં જ ભારત અને ચીન વચ્ચે વિવાદિત અક્સાઈ વિસ્તાર આવેલો છે. માનવામાં આવે છે કે, ચીન આ વિસ્તારમાં તેમના આ ખાસ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ ડ્રોન્સની પાંખને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, તમને પહેલી નજરે પંખી ઉડે છે કે ડ્રોન તેનો ફરક જ ખબર નહીં પડે. જમીન પરથી દેખતા કોઈ કબુતર કે ચકલી ઉડતી હોય તેવો અહેસાસ થશે. આ ડ્રોન ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડે છે. તેથી તેના ઉપર કોઈને શંકા પણ થતી નથી. આ ડ્રોનને પક્ષીઓની ૯૦ ટકા નકલ કરીને બનાવવામાં આવ્યું છે.
આવા ડ્રોનનો આકારા નાનો હોવાથી તેઓ જલદીથી રડારમાં પણ આવતા નથી. તેનું વજન અંદાજે ૨૦૦ ગ્રામ જેટલું હોય છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમાં ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ, જીપીએસ, આધુનિક કેમેરા અને સેટેલાઈઠ ડેટા લિંક પણ લગાડવામાં આવી હોય છે. જેથી દરેક સમયે તે ડ્રોન લોકો પર નજર રાખી શકે છે. જાકે ચીનમાં હજુ સમગ્ર દેશમાં આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ ટેÂસ્ટંગ દરમિયાન તેને સૈન્યના ઉપયોગ માટે બેસ્ટ ગણાવવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



