ભારત બદામની વપરાશમાં આગળ, છ મહિનામાં આયાતમાં ૨૯ ટકાનો વધારો

0
48

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

ભારતમાં બદામના વપરાશમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાનું આલ્મોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાના આંકડા જણાવે છે. ચીન અને સ્પેનને પાછળ મૂકીને ભારત બદામનો મોટો વપરાશકાર દેશ બની ગયો છે. ૨૦૧૭માં દેશની બદામની આયાત પાછલા વર્ષની સરખામણીએ સાત ટકા વધીને રૃપિયા ૩૯૦૦ કરોડ રહી હતી.

ભારતમાં અનેક ખાધ્ય પદાર્થોમાં બદામના વપરાશમાં વધારો થતાં તેની માગ વધી રહી છે. બિસ્કીટ, આરોગ્ય પીણાં તથા આઈસ ક્રીમમાં બદામનો વપરાશ વધ્યો હોવાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા છ મહિનામાં દેશની બદામની આયાતમાં ૨૯ ટકા વધારો થઈને ૧૫.૪૦ કરોડ પાઉન્ડસ રહી છે. આજ સમયગાળામાં ચીન અને સ્પેનની આયાતનો આંક ૧૩.૮૦ કરોડ અને ૧૧.૯૦ કરોડ પાઉન્ડસ રહી હતી. ભારતીયોની આવકમાં વધારો, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને ખર્ચ શક્તિ વધવા સાથે બદામના વપરાશમાં દ્વીઅંકી વધારો જાવાયો છે.

ભારતમાં બદામની વધી રહેલી માગને ધ્યાનમાં રાખી આલ્મોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ તેના અહીં પ્રચાર પાછળના ખર્ચમાં વધારો કર્યો હોવાનું બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. વિશ્વમાં ઉત્પાદિત થતી બદામમાંથી ૮૦ ટકા બદામ કેલિફોર્નિયામાં પાકે છે. આમાંથી ૩૩ ટકાનો વપરાશ અમેરિકા અને કેનેડામાં થાય છે બાકીની ૬૭ ટકા વિશ્વના ૯૦ દેશોમાં નિકાસ થાય છે. ૨૦૧૬-૧૭માં બદામનું ઉત્પાદન ૨.૦૧ અબજ પાઉન્ડસ રહ્યું હતું. જ્યારે ૨૦૧૭-૧૮ના વર્ષના ફેબુ્રઆરી સુધીમાં આ આંક ૨.૨૫ અબજ પાઉન્ડસને પાર કરી ગયો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY