ભારત કોઈપણ ખેલાડી સાથે રમે છતાં અમારી પ્રબળ ટીમ : ચંડીકા હથુરુસિંઘા

0
125

કોલંબો,
તા.૭/૩/૨૦૧૮

શ્રીલંકાના કોચ ચંડીકા હથુરુસિંઘાએ ટી-૨૦ મેચોની ત્રિકોણી શ્રેણીમાં પોતાની બીજી કક્ષાની ટીમ રમવા ઉતારવા છતાં, ભારતને જીતવા માટે ફેવરિટ ગણાવ્યું હતું. ભારતની ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી અને ભુવનેશ્ર્વર કુમાર જેવા કેટલાક મુખ્ય ખેલાડીને આ પ્રવાસમાંથી આરામ અપાયો છે. ભારત તાજેતરમાં શ્રીલંકા સામે રમેલી દ્વીવાર્ષિક શ્રેણીઓમાં વિજયી બન્યું હતું.

“વર્લ્ડ રેન્કિંગના આધારે ભારત આ સ્પર્ધામાં ટોચની ટીમ છે, જેથી તે અન્ય ટીમો કરતાં વધુ આગળ છે, એમ હથુરુસિંઘાએ ત્રિકોણી શ્રેણીની શરૂઆત પહેલા કહેતા ઉમેર્યું હતું કે ભારત કોઈપણ ખેલાડી સાથે રમે, છતાં તે પ્રબળ ટીમ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે શ્રીલંકાની ટીમનો તાજેતરમાં ઘરઆંગણે દેખાવ બહુ સારો રહ્યો નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY