દારૂની હેરાફેરી માટે હોન્ડા સિટી કારની નંબર પ્લેટ બદલી નાખી

0
71

સચિનમાં વાંઝ ગામ પાસે જાન્યુઆરી મહિનામાં ક્રાઈમ બ્રાંચે દારૂ ભરેલી એક હોન્ડા સિટી કાર પકડી હતી. આ કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું તપાસમાં ખૂલતાં ક્રાઈમ બ્રાંચે કારના માલિક સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, શાંતિલાલ ઉર્ફે સુરેશ મારવાડી અમરચંદ માલી નામના યુવાને પોતાની માલિકીની એમએચ-૦૪-સીબી-૧૧૯૧ નંબરની હોન્ડા સિટી કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં ક્રાઈમ બ્રાંચે શાંતિલાલની આ કાર ઝડપી પાડી હતી. આ ગુનાની તપાસમાં ક્રાઈમ બ્રાંચને ખબર પડી કે, શાંતિલાલે જે તે વખતે કાર ઉપર ખોટી નંબર પ્લેટ એમમેચ-૦૫-સીએમ-૯૧૯૧ લગાડી હતી અને ઓરીજીનલ નંબર તો કંઈક અલગ જ છે. એટલે ક્રાઈમ બ્રાંચે શાંતિલાલ સામે બનાવટી દસ્તાવેજનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY