ભારતને સ્વચ્છ રાખવા રાજકારણીઓએ પ્રયત્ન કરવો જાઈએ : શાહિદ કપૂર

0
129

મુંબઈ,
તા.૨૨/૦૩/૨૦૧૮

ટીવી શો દ્વારા શાહિદે નરેન્દ્ર મોદીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો

શાહિદ કપૂરે એક શો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સંદેશને આપ્યો હતો. તેમણે કહ્યું છે કે દરેક વ્યક્ત ભારતને સ્વચ્છ રાખવા માટેનો પ્રયાસ કરી રહી છે અને રાજકારણીઓએ પણ તે કરવા પ્રયત્ન કરવો જાઈએ.
એક નિવેદનમાં જણાવ્યા મુજબ, શાહિદ કપૂરે કલર્સ ઈન્ફનિટીના શો સાથે પોતાના આ વિચાર શેર કર્યો છે. જ્યારે શોના યજમાન નેહા ધૂપીયાએ શાહિદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંદેશ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “અમે બધા સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છીએ અને અમે વચન આપીએ છીએ કે અમે વસ્તુઓને શક્ય તેટલી સ્વચ્છ રાખીશું.” તેમના સંદેશમાં તેમણે કહ્યું, “મને લાગે છે કે રાજકારણીઓએ પણ આવું કરવું જાઈએ.”

ફિલ્મો વિશે વાત કરીએ તો હાલ તે ‘બટ્ટી ગુલ મીટર ચાલુ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇલેક્ટ્રક મુદ્દાઓનો સામનો કરતા લોકો પર આધારિત એક સામાજિક ફિલ્મ છે. શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

આ જ શોમાં, મીરા રાજપૂતે નેહા ધૂપીયાને કહ્યું, જ્યારે શાહિદ કપૂર પદ્માવતની શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેઓ સવારે ૮ વાગે એકવાર ઘરે આવ્યા હતા અને બપોરે ૨ વાગ્યે સુધી સૂઈ ગયો હતો. મને સમજાયું કે તેમને અવાજથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તેઓ રાત્રે ખુબ થાકેલો હતો પરંતુ તે સમયે ઘરમાં મિશા જાગી રહી હતી અને તે એની સાથે રમી રહ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY