પોલીસે ચાર લોકોની ધરપકડ કરી,યુવતી કહેતી નહિ ભૈયા નહિ ભૈયા
જહાનાબાદ,તા.૩૦
બિહારના જહાનાબાદ જિલ્લામાં જાહેરમાં સગીર યુવતીનું ચીરહરણનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જાઈને કોઈ પણ કાંપી ઉઠે. આ વીડિયોમાં યુવતીની સાથે અનેક યુવકો છેડછાડ કરી રહ્યા છે. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ હવે ગુનેગારોને પકડવામાં લાગી છે. ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી બે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ આ કેસમાં ૪ લોકોની ધરપકડ કરી છે.
આ મામલાને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે નીતિશ સરકારને નિશાન પર લેતા ટિવટ કરી છે. આ ટિવટમાં તેમણે લખ્યું કે, નિશબ્દ છું. નીતિશ કુમારના રાજરાજમાં ૮-૧૦ હેવાનો એક માસુમ ૧૩-૧૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યાં છે. વીડિયો જાઈને હું કાંપી ગયો છું. શું થઈ ગયું છે, સમાજને. બળાત્કારીઓને સત્તાધારીઓ દ્વારા ભારત માતા અને ત્રિરંગાની આડમાં જ્યારે નૈતિક સમર્થન મળશે, તો સમાજ આવી રીતે જ બરબાદ થશે.
જહાનાબાદ ઉપરાંત ગયમાં પણ પોલીસ અને એસઆઈની ટીમે છાપામારી કરી હતી. આ પહેલા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, છેડતીની આ ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. જેના બાદ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ માટે બે એસઆઈટીને તપાસ સોંપવામાં આવી છે. ઘટના દરમિયાન યુવતીને પકડીને તેના કપડા ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ૭ યુવકો સામેલ હતા, જેમાંથી ૪ પકડાઈ ગયા છે, અને બાકીના ત્રણની શોધખોળ ચાલુ છે.
૨૮ એપ્રિલના રોજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક યુવકો એક સગીર યુવતી સાથે અશ્લીલ હરકતો કરતા દેખાય છે. વીડિયોમાં નજર આવી રહ્યુ છે કે, કેટલાક યુવકો એક યુવતી સાથે છેડતી કરીને તેનો વીડિયો બનાવી રહ્યાં છે. આ દરિયાન યુવતી અનેકવાર રહેમની પોકાર લગાવી રહી છે. પરંતુ યુવકો હસતા હસતા તેને ગાળો આપી રહ્યાં છે. ”નહિ ભૈયાપ નહિ ભૈયા..” એવું યુવતી કહેતી રહી, અને યુવકો તેના કપડા ફાડતા રહ્યાં. આ વીડિયોમાં ઘટના સ્થળ પર એક બાઈક પણ પડેલું દેખાય છે.
વીડિયો સામે આવ્યા બાદ જહાનાબાદ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. જહાનાબાદ એસપી મનીષ કુમારના જણાવ્યા અનુસાર, આ વીડિયોના આધાર પર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





