ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્રો ખરીદનાર દેશ : રિપોર્ટ

0
116

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૦૨૦૧૭

રક્ષા ઓજાર નિર્માણમાં ભારત અસફળ,ઈન્ટરનેશનલ આર્મ ટ્રાન્સફર્સેના આંકડા અનુસાર

ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં ૨૪ ટકાથી વધુનો વધારો,ચીન પાંચમા ક્રમે,ભારતે દેશની સુરક્ષા માટે બીજ ઉપર આધારિત રહેવુ પડે છે

ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિકસિત કરી શક્્યો નથી અને હથિયારોને લઈને ભારતની નિર્ભરતા અન્ય દેશો પર યથાવત છે. જેના કારણે ભારત દુનિયામાં હથિયાર અને સૈન્ય ઉપકરણોની આયત કરનારો પહેલા નંબરનો દેશ બની ગયો છે. ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન દુનિયાના દેશો દ્વારા આયાત કરેલા કુલ હથિયારોમાં એકલા ભારતની જ ભાગીદારી ૧૨ ટકા છે. દેશમાં સૈન્ય ઉપકરણોનું નિર્માણ ન કરી શકવાના કારણે ભારતીય સેનાએ સૈન્ય ઉપહરણો અને હથિયારો માટે બીજા દેશો પર જ નિર્ભર રહેવું પડે છે.

ઈંટરનેશનલ આર્મ ટ્રાંસફર્સે તાજેતરમાં જ આંકડાઓ બહાર પાડ્યાં છે. આ ડેટા અનુંસાર ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં ૨૪ ટકાથી વધારેનો વધારો થયો છે. ૨૦૦૯-૨૦૧૩ ની સરખામણીમાં ૨૦૧૩-૨૦૧૭ સુધીમાં ૨૪ ટકા વધારે હથિયારો ખરીદવામાં આવ્યાં હતાં. ભારત બાદ આ યાદીમાં દુનિયાના ટોચના હથિયારોના ખરીદદાર સાઉદી અરેબિયા, મિશ્ર, યૂએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ભારતે હથિયારીની કુલ ખરીદીમાંથી ૬૨ ટકા હથિયારો તો માત્ર રશિયા પાસેથી જ ખરીદ્યા છે. ત્યાર બદ ૧૫ ટકા હથિયારો અમેરિકા અને ૧૧ ટકા ઈઝરાયેલ પાસેથી ખરીધ્યા હતાં.

ભારત રશિયા અને ઈઝરાયેલ પાસેથી વધારે હથિયારો ખરીદે છે. ચીનની વિદેશનીતિનો મુકાબલો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનું વલણ ભારતને લઈને બદલાયું છે અને અમેરિકા ભારતને પહેલાની સરખામણીમાં વધ્હારે હથિયાર સપ્લાઈ કરી રહ્યું છે. એશિયામાં ચીનનો દબદબો ઘટાડવામાં ભારત અમેરિકાની એક મજબુત સાથીની ગરજ સારી રહ્યું છે.

૨૦૦૮ થી ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીમાં ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીધ્યાં છે. આ વર્ષો દરમિયાન અમેરિકા પાસેથી ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં લગભગ ૫૫૭ ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં અમેરિકા અને ભારત વચ્ચે ૧૫ બિલિયન ડાલરના હથિયારોની ડીલ થઈ છે.

બીજી બાજુ ચીન ડિફેંસ ઈન્ડસ્ટ્રયલ બેઝને મજબુત બનાવવામાં સફળ રહ્યું છે. ચીન દુનિયામાં હથિયારોની આયાત કરનારા દેશોની યાદીમાં ટોપ ૫માં આવી ગયું છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ અને જર્મની બાદ પાંચમાં ક્રમે ચીન છે. ચીન પાસેથી સૌથી વધારે હથિયારો પાકિસ્તાન ખરીધી રહ્યું છે. ચીને પોતાના નિકાસ કરેલા હથિયારોમાં ૩૫ ટકા તો માત્ર પાકિસ્તાનને મોકલ્યાં છે. ચીન પાસેથી હથિયારો ખરીદવામાં બીજા ક્રમે બાંગ્લાદેશ છે. જેને ૧૯ ટકા હથિયારો ચીન પાસેથી ખરીધ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY