પાક ફસલ વિમા યોજના પાક ‘ફસાયા’ યોજના બની : ભાજ૫ના રાજમાં દેવુ, દારૂ અને રોજડા વધ્યા !

0
120

ગાંધીનગર,
તા.૧૩/૦૩/૨૦૧૮

વિધાનસભામાં કૃષિ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સરકારની કૃષિ નીતિની ઝાટકણી કાઢી હતી. તેમણે આક્ષે૫ કરતા કહ્યું હતું કે, બીજેપી સરકારે ખેડૂતોને ગુમરાહ કરી વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસની સરકારમાં હોર્સ પાવરના ૫૦૦ રૂપિયા હતા, બીજેપી સરકારે હોર્સ પાવરના ભાવ વધારી ૧૨૦૦ કર્યા છે. બાદમાં રૂ.૮૦૦ કરી ભાવ ઘટાડાની વાહવાહી લૂંટી !

૧૫ વર્ષથી રાજ્યમાં કૃષિ નિયામકની જગ્યા ભરાતી નથી. રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં કોઈ વધારો થયો નથી. પાક ફસલ વીમા યોજના પાક ફસાયા યોજના બની રહી છે. રાજ્યમાં ૧૦ થી ૧૨ લાખ વીજ જાડાણ માટે ખેડૂતોની અરજીઓ પેન્ડીંગ છે. રાજ્ય સરકારે ખેડૂતો સાથે વિશ્વાસનો ભંગ કર્યો છે. ભાજ૫ સરકારે જિલ્લાઓ બનાવ્યા પણ નવી ડેરીઓ નથી બનાવી. દૂધ ઉત્પાદકો વધરવા સરકારે કશું કર્યું નથી.

ભાજ૫ની સરકારમાં દેવું, દારૂ અને રોજડા વધ્યા અને ખેડૂતો બરબાદ થયા. ખેડૂતો ના પ્રશ્ન હલ કરો નહિતર તમારી હાલત મહારાષ્ટ સરકાર જેવી થશે. ખેડૂતોને ન્યાય નહિ આપો તો અહીં વિધાનસભા સુધી ખેડૂતો આવશે. આદિવાસી વિસ્તારના કાંગ્રેસ ધારાસભ્યએ ભાજપ પર પ્રહાર કર્યા કે કપાસ અને મકાઈનું સારું વાવેતર થાય છે પરંતુ આદિવાસી વિસ્તારમાં સારું બિયારણ મળતું નથી. સરકારને રજુવાત કરવામાં આવી તેમ છતાંય સરકાર પગલાં ભરતી નથી અને હજુ પણ બિયારણ માં ભેળસેળ થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY