ફેન્ટાલિન નામના ઘાતક કેમિકલનો ૯ કિલો જથ્થો પકડાયો, ૧ની ધરપકડ

0
11

ઇન્દોર,તા.૩૦
ઈન્દોરની એક લેબોરેટરીમાંથી ફેંટાલિન નામનુ ઘાતક કેમિકલ મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને સરકાર ચોંકી ઉઠી છે. ફેંટાલિન કેમિકલનો ૯ કિલો જથ્થો લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. જાણકારોનુ કહેવુ છે કે આ જથ્થો ૫૦ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે પુરતો છે.
પાડવામાં આવેલા આ દરોડામાં અમેરિકાને નફરત કરનાર એક પીએચડી સ્કોલરની પણ ધરપકડ કરવામાં આવી છે. ડાયરે્‌કટર ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની મદદથી કેમિકલનુ પગેરુ મેળવવા માટે એક સપ્તાહ સુધી ઓપરેશન ચલાવ્યુ હતુ.
જેમાં એક ગેરકાયેદસર લેબમાંથી ફેંટાલિન નામનુ કેમિકલ મળી આવ્યુ હતુ. આ મામલામાં મેકિસકોના એક નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.
ફેંટાલિન હેરોઈન કરતા ૫૦ ગણુ શકિતશાળી છે. જેને સૂંઘવાથી પણ મોત થઈ શકે છે.ફેંટાલિન મળી આવવાની ઘટનાથી વૈજ્ઞાનિકો હેરાન છે કારણકે તેને તૈયાર કરવા માટે ઘનિષ્ઠ તાલીમ અને જાણકારીની જરુર પડતી હોય છે. મેડિકેશનમાં પણ તેનો ઉપયોગ થાય છે. ૨ એમજી ડોઝ કોઈનો જીવ લેવા માટે કાફી છે. પકડાયેલા જથ્થાની કિંમત ૧૧૦ કરોડ રુપિયા મનાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY