ન્યુ દિલ્હી,તા.૧૩
એક નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ભારતમાં ઓપરેશન દ્વારા બાળકોને જન્મ આપવાના કેસો વધતા જાય છે. વર્ષ ૨૦૦૫-૦૬ની વચ્ચે આ આંકડો ૯ ટકાનો હતો કે જે આજે વર્ષ ૨૦૧૫-૧૬માં વધીને ૧૮.૫ ટકા થઈ ગયો છે. આ સિવાય અન્ય એક શોધ પ્રમાણે ઓછી આવક ધરાવતા દેશો અને ક્ષેત્રોમાં અનેક મહિલાઓ અને બાળકો માટે જીવન રક્ષક સર્જરી ઉપલબ્ધ નથી ત્યાં મધ્ય અને વધુ આવક ધરાવતા દેશોમાં આ સિઝેરિયન પ્રક્રિયાનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે સી-સેકશન એ મહિલા અને નવજાત માટે એક જીવન રક્ષક પ્રક્રિયા છે કે જેમાં રકત સ્ત્રાવ, ભ્રૂણ સંકટ, અતિસંવેદનશીલ બીમારી અને શિશુની અસામાન્ય સ્થિતિ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્જરીમાં માતા અને શિશુ બંનેને ખતરો રહે છે. સાથે જ બીજા બાળકના જન્મની પ્રક્રિયામાં જટિલતા ઊભી કરે છે.
એક અનુમાન પ્રમાણે દુનિયામાં જન્મના ૧૦થી ૧૫ ટકા કિસ્સાઓમાં સમસ્યાઓ જાતા સર્જરીની જરૂરિયાત ઊભી થાય છે અને સી-સેકશન પણ ત્યાં જ જાવા મળે છે. જયારે, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ એ સામાન્ય પ્રક્રિયા છે અને મોટાભાગના કેસોમાં તે સુરક્ષિતરીતે પૂરી પાડવામાં આવે છે. પણ સી-સેકશનનો વધારે પડતો ઉપયોગ ચિંતાનો વિષય છે અને તેનાથી મહિલાઓ અને બાળકોને ખતરો રહેલો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



