ન્યુ દિલ્હી,તા.૧૩
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતની મુશ્કેલી વધી ગઇ છે. શનિવારે તેમના નિવાસ્થાન પર આયકર વિભાગે દરોડા પાડ્યા હતા.મીડિયાના રિપોટ્ર્સ મુજબ ગહલોતના નિવાસસ્થાન પરથી ૩૫ લાખ રોકડ રકમ મળી આવી હતી આ સિવાય ૧૭૫ બેનામી સંપત્તિ સાથે જાડાયેલા દસ્તાવેજા પણ મળી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રીના નિવાસસ્થાન પરથી આયકર વિભાગને ૨ કરોડ રૂપિયાની કિંમતની જવેલરી મળી આવી હતી. આ સિવાય તેમના ડ્રાઇવરના નામ પર પણ બેનામી સંપત્તીઓ હોવાના ખુલાસા થયા છે.
કૈલાશ ગહલોતે દિલ્હી-ગુરુગ્રામ સ્થિત ૧૬ સ્થળો પર ગત બુધવારથી તપાસ એજન્સીઓ સતત દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના પર ૧૦૦ કરોડ રૂપિયાની કરચોરીના આરોપ છે.એવી અટકળો લાગી રહી છે કે, દરોડા બાદ એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટ અને સીબીઆઇ ગોહલોત વિરદ્ધ કેસ દાખલ કરી શકે છે.
૪૪ વર્ષના કૈલાશ ગોહલત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નજીકના સભ્યોમાના એક છે. વર્ષ ૨૦૧૭માં કેજરીવાલે તેમને તેમના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. ત્યારબાદ તેમને દિલ્હીના પરિવહન મંત્રી બનાવાયા હતા. ગહલોત વર્તમાન દિલ્હી સરકારમાં પરિવહન સહિત રેવેન્યુ, આઇટી, કાયદાકીય જેવા અડધા ડઝન વિભાગોનાં મંત્રી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




