યુગાન્ડામાં પૂરે વેર્યો વિનાશ, ૪૧થી વધુનાં મોત

0
5

યુગાન્ડા,તા.૧૩
પૂર્વ યુગાન્ડાની એક નદીમાં પુર આવતા ૪૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પૂર્વ યુગાન્ડાના બુડુડા વિસ્તારમાં એક દિવસ પહેલા આવેલા વિનાશક પુરે સમગ્ર વિસ્તારવિસ્તારમાં વિનાશ વેર્યો હતો. આ ગ્રામીણ વિસ્તારમાં આવેલી કુદરતી આફતમાં ઘણા લોકો બેઘર થયા હતા અને કેટલાક લોકો ગુમ થયા હતા.
પુરની રાહત કામગીરી કરતા અધિકારીઓ અને પુરમાં બચી ગયેલા લોકોએ પરિસ્થિતિની માહિતી આપતા જણાવ્યું કે નદીના પુરમાં મોટા પ્રમાણમાં માટી અને પથ્થરો પણ ધસી આવ્યા હતા. જે લોકોના ઘરોમાં ઘુસી જતા રાહત કામમાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. આ કુદરતી આફતમાં ઘણા લોકો ગુમ થયા હતા.
આ મામલે યુગાન્ડાના પ્રશાસને કોઇ આંકડાઓ બહાર પાડ્યા નથી. પરંતુ યુગાન્ડાના મંત્રી હિલેરી ઓનેકે આ મામલે સાત્વના આપતા જણાવ્યું કે પુરમાં ૪૧ લોકોના મોત થયા હોવાની સંભાવનાઓ છે. હાલમાં પણ બચાવ કામગીરી ચાલુ છે. અત્યાર સુધી ૩૮ મૃતદેહો મળી આવ્યા છે અને તંત્ર હજુ પણ ગુમ થયેલ લોકોની તપાસ કરી રહ્યું છે.
કુદરતી આફતો સામે રાહત-બચાવની કામગીરી કરતા એક સંગઠનની માહિતી મુજબ સમગ્ર વિસ્તારના ચાર થી પાંચ ગામો આ પુરમાં અસરગ્રસ્ત થયા હતા. હજુ પણ ગુમ થયેલ લોકોના ચોક્ક્‌સ આંકડાઓની સચોટ માહિતી મળી નથી. આથી સંભાવનાઓ છે કે મૃત્યુઆંક ૪૧ કરતા પણ વધી શકે છે. હાલમાં આ સંગઠન નદીના કાંઠે આવેલા વિસ્તારોમાંથી ગુમ થયેલા લોકોની તપાસ કરી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY