દીપિકા-રણવીરના લગ્નની વાતને કરણ જાહરે સમર્થન આપ્યુ..!!

0
8

મુંબઈ,તા.૧૨
ટોચની કલાકાર જાડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ પોતાનાં સૂચિત લગ્ન વિશે જાહેરમાં કશું બોલતાં નથી પરંતુ ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરે એ બંનેનાં લગ્ન ચાલુ વર્ષના નવેંબરમાં થવાનાં છે એવા સમાચારને સમર્થન આપ્યું હતું.
હાલ કરણ ટેલિવિઝન ઉપરાંત રેડિયોની એક એફએમ ચેનલ પરથી પણ પ્રોગ્રામ આપે છે. એક ફેને એને સવાલ પૂછ્યો હતો કે દીપિકા અને રણવીર લગ્ન કરવાનાં છે કે નહીં ? એના જવાબમાં કરણ જાહરે મુત્સદ્દીભર્યો જવાબ આપ્યો હતો કે મેંક્યક્ક્યારેય ના પાડી કે લગ્ન નથી કરવાના? આમ આડકતરી રીતે એણે આ સમાચારને સમર્થન આપી દીધું હતું.
ઘણીવાર કરણ આ રીતે ચબરાકીભર્યા સવાલ જવાબ કરતો હોય છે. જા કે તાજેતરના એક ઇવેન્ટમાં એને દીપીકા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે એણે ગોળ ગોળ વાત કરીને જવાબ ટાળી દીધો હતો.
અન્ય એક સમાચાર મુજબ રણવીર સિંઘ મુંબઇની એક ફાઇવ સ્ટાર હાટલ લેન્ડ્‌સ એન્ડમાં શિફ્ટ થઇ ચુકવીયો છે. આમ કરવાનું કારણ એ છે કે એના મુંબઇના ઘરનું દીપિકા અને રણવીર બંનેને અનુકૂળ આવે એ રીતે રિનોવેશન થઇ રહ્યુ છે. રિનોવેશન થઇ જાય ત્યાં સુધી રણવીર હાટલમાં રહેવાનો છે. રિનોવેશનની વાતે પણ એવી છાપ પાડી છે કે એ પોતાનાં લગ્નની તૈયારી કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY