ન્યુ દિલ્હી,તા.૨૮
ભારત ભ્રમણ કરનારા દેશ-વિદેશનાં લાખો પર્યટકોને વીમા સુરક્ષા કવચ આપવાની જાગવાઈ થઈ રહી છે. સરકારે તૈયારી શરૂ કરી છે. વીમા સુરક્ષાના આ અભિયાનમાં બસનાં ડ્રાઈવરો-કન્ડકટરોને પણ આવરી લેવાશે. એસી લકઝરી બસમાં સફર કરનારા પર્યટકોની ઈલેકટ્રોનિક યાદી બનાવવામાં આવશે.
ટુરિસ્ટ બસોમાં હવેથી ઈમરજન્સી વોનિ¯ગ સીસ્ટમ, ટ્રેકિંગ ઉપકરણ અને ફાસ્ટ ટેગ લગાવવા પડશે અને તે ફરજિયાત બનાવવામાં આવશે. બે સપ્તાહ પહેલાં ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ વ્હીકલ પરમીટ-૨૦૧૮ના જાહેરનામામાં કેન્દ્રના પરિવહન મંત્રાલયે ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો માટે અનેક નિયમો સામેલ કર્યા છે.
હવેથી સાધારણ પ્રવાસી બસ, લકઝરી પ્રવાસી બસ (એસી) અને સુપર લકઝરી પ્રવાસી બસોના મુસાફરોનો વીમો થશે. ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ બધા જ મુસાફરોની પુરી વિગતો સાચવવી પડશે. કયાંથી કયાં યાત્રા કરી રહ્યા છે અને કેટલા સ્થળો પર જવાના છે તે માહિતી રાખવી પડશે.
મુસાફરની બધી વિગતો ઓપરેટરોએ એક વર્ષ સુધી સાચવવાની રહેશે. બસની અંદર મુસાફરોની યાદી સતત નજરે ચડવી જાઈએ. ઓનલાઈન ટોલટેકસ ચુકવવા માટે ફાસ્ટટેગ જેવા ઉપકરણો લગાવવા પડશે. આ બધા જ નિયમોનું સખતાઈથી પાલન થશે. દુર્ઘટનાઓ વખતે મૃતક મુસાફરને આર્થિક વળતર આપવું પડે છે પરંતુ ગેરકાયદે ઓપરેટરો કોઈ યોગદાન આપતા નથી. ટૂરિસ્ટ બસોને નેશનલ પરમીટ આપવાની જાહેરાત ૧૫ દિવસ પહેલા જ સરકારે કરી દીધી છે ત્યારે ગેરકાયદે ઓપરેટરોનો રસ્તો થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



