રાષ્ટ્રીય કિસાન વિકાસ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશનના કાર્યાલયનો શુભારંભ.

0
212

આજરોજ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિયેશનના જિલ્લા કાર્યાલયનો શુભારંભ ઘી કોળિયા ખાતે આવેલ શોપિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કાર્યાલયનો શુભારંભ થવાથી ભરૂચ જિલ્લાના કિસ્સાનોને પોતાના પ્રશ્નો માટે જેવાકે પાકનું વળતર ,મામલતદાર કચેરી મા કિસાનો નાં કામ થતા વિલંબ,૭/૧૨ નિ એન્ટ્રી બાબતે ,વારસાઇ બાબતે આવા અનેક કામો માટે વીજળી સમસ્યા, સિંચાઈની સમસ્યા, આદિવાસી વનીકરણ યોજના, બોરવેલ બાબતની અનેક સમસ્યાઓથી કિસાન પિસાઇ રહ્યો છે.આવી અનેક સમસ્યાઓના ઉકેલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તેનું સમાધાન થાય તથા કિસાનોને સાચું માર્ગદર્શન મળે તથા ગુજરાતનો કિસાન સમૃદ્ધ થાય તે માંટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં જિલ્લા કાર્યાલય કાર્યરત છે જેનાથી કિસાનોને રાહત દરે બિયારણ તથા જંતુનાશક દવાઓ મરે તેના માટે આશાપુરા એગ્રો નામની સંસ્થા પર કાર્યરત છે જેનાથી કિસાનોને બિયારણ, દવાઓ રાહત દરે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેનાથી જિલ્લાભરના કિસાનોને રાહત મળશે.જેમાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય મહામંત્રી હરીશ પરમાર તથા પ્રદેશ પ્રમુખ અરૂણસિહ ચૌહાણ તથા જિલ્લાનાં કિસાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY