ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ફૂટવેરની દુકાન માં આગ લાગતાં નાસ ભાગ મચી.

0
220

ભરૂચ સ્ટેશન રોડ ઉપર એસ.ટી.ડેપો સામે આવેલ ફુટવેરની દુકાનમાં અચાનક આગ લાગતા આસપાસ ના દુકાનદારોના જીવ તાળવે ચોટયા હતા.જોકે સદનસીબે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થતું અટક્યું હતું.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ ઉપર એસ.ટી.ડેપો સામે આવેલ જનતા માર્કેટના મુખ્ય માર્ગ પર આવેલ પાજર ફૂટવેરમા રાતે અચાનક આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી.બંધ દુકાનમાંથી ધુમાડાના નીકળતા આજુ બાજુના દુકાનદારો એ ઘભરાટ ના માર્યે બુમાં બુમ કરી મુક્તા લોકટોળા એકઠા થઈ ગયા હતા.બનાવ અંગેની જાણ દુકાનના માલિક અબ્દુલ સમદ ગુલામહુસેનને થતા તાત્કાલિક દુકાન પર પહોંચી આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરતા પાલિકાના ફાયરના લાસ્કરોએ દુકાનનું શટર ખોલી આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY