(જી.એન.એસ)જામનગર,તા.૨૮
જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ પર હુમલો થયો છે. ધર્મેશ રાણપરીયા પર પાંચ શખ્સોએ હુમલો કર્યો છે. અજાણ્યા શખ્સો હીરજી મિસ્ત્રી રોડ પર હુમલો કરીને ફરાર થઇ ગયા છે. કાર અને બાઈકમાં આવેલા શખ્સોએ તલવારથી હુમલો કર્યો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના નાના ભાઇ ધર્મેશ પટેલ પર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કરતા લોહીલૂહાણ હાલતમાં ધર્મેશ પટેલને હોÂસ્પટલ ખસેડાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ પાસે આજે ધર્મેશ રાણપરીયા (પટેલ) પર બુકાનીધારી કેટલાક શખ્સો આવી તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.
બાદમાં ધર્મેશને ૧૦૮ મારફત જી.જી. હોÂસ્પટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. હુમલા પાછળ પ્રેમપ્રકરણ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રÌšં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



