નર્મદા નદી ઉપરાંત કેનાલમાં અસ્ત થયા સૂર્ય દેવતાનું પૂજન
અંકલેશ્વર, તા.૧૪
અંકલેશ્વર શહેર-તાલુકા વિસ્તારમાં વસતા હજારો પરપ્રાંતીયો દ્વારા તેમના માટે અત્યંત મહત્ત્વની છઠ પૂજાની ઉજવણી શ્રદ્ધા પૂર્વક કરાઈ હતી.
અંકલેશ્વર એક અૌદ્યોગિક વિસ્તાર હોવાના લીધે સમસ્ત દેશમાંથી અહીં રોજીરોટી મેળવવા માટે લોકો ઉમટે છે. જેમાં પૂર્વોત્તરના રાજ્યોના લોકોની સંખ્યા સૌથી વધુ છે. અંકલેશ્વરમાં ૨૫ હજારથી વધુ પરપ્રાંતીયો પૂર્વોત્તરનાં છે. જેમના માટે દિવાળી પછીની છઠ્ઠની પૂજાનું વિશેષ અનન્ય મહત્ત્વ છે. મંગળવારે આ પરપ્રાંતીય પરિવારોએ શ્રદ્ધા અને હર્ષોલ્લાસભેર છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. ઉત્તર ભારતીય લોકોએ ગડખોલ પાટિયા, નર્મદા નદી, રાજપીપળા ચોકડી કેનાલમાં તેમજ કોસમડી ખાતે તળાવમાં સંધ્યા સ્નાન કર્યુ હતું અને પૂજા કરી હતી. અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોસમડી ખાતે છઠ્ઠ પૂજા નિમિત્તે વિશેષ પૂજા અર્ચના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર ભારતના છ જેટલા પ્રખ્યાત ગાયકોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી. જાકે છઠ્ઠ પૂજામાં નર્મદા નદી તેમજ કેનાલમાં પાણીની અછતની અડચણ ઉત્તર ભારતીય સમાજને સહેવી પડી હતી. હજારો લોકો છઠ્ઠ પૂજાની ઉજવણી વિધિવત કરી શકે એ માટે કેટલાક સ્થળે કૃત્રિમ જળાશયો અને કુંડ પણ તૈયાર કરાયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





