ગતરોજ ભરૂચ નગરપાલિકા ના વિપક્ષના સભ્યો દ્વારા શહેરમાં મેલરીયા તથા ડેંગ્યુના વધતા જતા કેશનો કારણે પાલિકા પાસે ફોગીગ મશીનો હાજર હોવા છતાં પાલિકા દ્વારા શાહરેમાં એનો ઉપયોગ નહિ કરવામાં આવતા વિપક્ષ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને સભ્યો દ્રારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે,પાલિકાના વિસ્તારોમાં હાલમાં મચ્છરોના ત્રાસના કારણે ડેંગ્યુ અને મેલરીયા જેવા રોગોએ માથું ઊંચક્યું છે.જેના કારણે લોકો ઘણાજ હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે પાલિકા પાસે ફોગીગ મશીન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો હોવાથી મશીનો શોભના ગાંઠિયા સમાન સાબિત થઈ રહયા છે.
વિપક્ષના સભ્યોએ મોટી સંખ્યામાં હજાર થઈને આજે સવારે તગારામાં આગ સળગાવી લીમડાના પાન નાખી ધુમાડો કરી મચ્છર ભગાડવાનો અને નગરપાલિકાના સાશકપક્ષના લોકોને જગાડવાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
પરંતુ પરિસ્થિતિ વાકેફ સાશક પક્ષ દવરા પોલીસ બંદોબસ્ત બોલાવી લીધો હોય વિપક્ષ અને પોલીસ વચ્ચે એક સમયે ધુમાડો ઓફિસમાં લાવવા બાબતે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.
વિપક્ષના નેતાએ જણાવ્યુ હતુ કે જો હજુ પાલિકા દવરા ફોગીગ મશીન ભરૂચના વિસ્તારઓમાં નહીં ફેરવવામાં આવે તો આવનારા સમયમાં જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





