ભારે પવનના કારણે ભરચક વિસ્તારમાં અચાનક વીજ પોલ પડતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

0
25

ભરૂચના ભરચક વિસ્તાર એવા પાંચબત્તી પાસે રિલીફ સિનેમા બહાર પાર્ક કરેલ કાર પર વીજ પોલ પડતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

આજ રોજ બપોરના સમયે ભરૂચ હાર્ડસમાં વિસ્તાર કે જે હંમેશા પબ્લિક થી ભરચક રહે છે તે સમયે રિલીફ સિનેમાઘર ની બહાર ફૂટપાથ પર પાર્ક કરીને મુકેલ કાર પાસે ભારે પવનના કારણે એક વીજ પોલ ધડામ દઈને નીચે પડતાં રોડ રસ્તા પરથી પસાર થતા લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.

જોકે અચાનક નીચે પડેલા વીજ પોલના કારણે પાર્ક કરેલ કાર વીજ પોલ નીચે દબાઈ ગઈ હતી અને કારને નુકશાન પહોંચીયું હતું.જોકે આ હાદશા માં કોઈ જાન હાની થવા પામી ન હતી.

બનાવ ની જાણ થતાંજ જી.ઈ. બી કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી નીચે પડેલ વીજ પોલને હટાવી પુનઃ વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચબત્તી વિસ્તાર લોકોથી ભરચક રહે છે અને જો સાંજના સમયે આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા નકારી શકાય નહીં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY