ભરૂચના ટી.બી પ્રોગ્રામના કરાર આધારિત કર્મચારીઓની જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

0
16

ભરૂચમાં ટી.બી. પ્રોગ્રામમાં કામ કરતા કરારબધ્ધ કર્મચારીઓએ સરકાર દ્વારા તેમના પગાર વધારામાં અન્યાયી વલણ અપનાવતા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

ભરૂચમાં વર્ષ ર૦૦૧ થી ટી.બી. પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલ છે તથા તેની હેઠળ ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રીકટ કોઓર્ડિનેટર, એચ.આઇ.વી. સુપરવાઇઝર, સીનીયર લેબ સુપર વાઈઝર, ટી.બી.હૈલ્થી વીઝીટર, લેબ ટેકનીશીયલ, એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર સહિત ર૯ જેટલાં કર્મચારીઓ ફરજ બજાવે છે.

હાલમાજ સરકારે ટીબી પ્રોગ્રામ હેઠળ કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હોવા છતાં પણ વિવાદ ઉભો થયો છે. ટીબી પ્રોગ્રામના કર્મચારીઓએ આ પગાર વધારાને અન્યાયી ગણાવી તેની સામે વિરોધ ઉઠાવી આજ રોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું રજૂઆતો કરવામાં આવી હતી કે જે મુજબ જિલ્લાથી રાજ્ય સ્તર સુધીના ટીબી પ્રોગ્રામ હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓના પગાર વધારાની ટકાવારી એકસમાન રાખવામાં આવે અને સમાન ટકાવારીથી જ વધારો થાય સરકારે ઇન્ક્રીમેન્ટમાં ૧૩ વર્ષની મર્યાદા લાગુ કરી છે તેને દૂર કરવામાં આવે. અત્યારસુધી જે અપુરતા ઇન્ક્રીમેન્ટ મળ્યા છે તેના એરિયર્સ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY