આદિવાસિયો ના વિરોધ વચ્ચે ઉત્તરપ્રદેશ ના સી એમ ની સ્ટેચ્યુ મુલાકાત

0
271

આદિવાસિયો ના વિરોધ વચ્ચે ઉત્તરપ્રદેશ ના સી એમ ની સ્ટેચ્યુ મુલાકાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર મુલાકાત દરમ્યાન
સાથે રહી યોગી આદિત્યનાથજીને વિગતો પૂરી પાડી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબ અને
ગુજરાતની ગરિમા ઉન્નત કરી છે:-યોગી આદિત્યનાથ

રાજપીપળા : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું.

યોગીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું.

યોગી આદિત્યનાથજીએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કયુ કે, પ૬ર રજવાાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર ાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અે રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે. સરદાર સાહેબની કલ્‍પનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસ ના ઘ્‍વાર ખોલી આપ્‍યા છે. એવી આ ભુમિના સ્‍થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નર્મદા નિગમના સીએમડી એસ.એસ.રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક સંદીપકુમાર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.જીમ્‍સી વિલિયમ્‍સ, નાયબ વન સંરક્ષક ર્ડા.કે.શશીકુમાર અને પ્રતિક પંડયા, નિગમના ચીફ એન્‍જિનિયર પી.સી.વ્‍યાસ સહિત અધિકારીઓ જોડાયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY