ભરૂચ ભાજપાના કાર્યકર પર બે બુકાનીધારી બાઈક સવાર યુવાનો દ્વારા જીવલેણ હુમલો.

0
25

ભરૂચ ઝાડેશ્વર વિસ્તારના રહીશ અને ભાજપા આગેવાન મહેશ નિઝામા પર બાઈક સવાર બે બુકાનીધારીએ હુમલો કરી ફરાર થઈ જતા દોડધામ મચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના સ્ટેશન રોડ પર સોમવાર સાંજના સમયે ભાજપના આગેવાન મહેશ નિઝામા સુપર માર્કેટ પાસે આવેલ ઘી કુડિયા વિસ્તારમાં ફ્લેક્ષ લેવા ગયા હતાં. અને રોડની સાઈડ પર ઉભા હતા. તે દરમિયાન બ્લેક બાઈક પર સવાર બે બુકાનીધારી યુવાનો એ અચાનક આવી પોતાની પાસેના બેટ દ્વારા મહેશના માથાના ભાગે હુમલો કર્યો હતો તથા બીજાએ ચપ્પુ વડે કાનના ભાગે હુમલો કરતા મહેશ નિઝામા ઘવાયા હતાં. તેવોએ બૂમા બુમ કરતા બંનેવ બાઈક સવાર ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતાં.

ત્યાર બાદ 108 દ્વારા મહેશ નિઝામાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ તથા ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ તથાજ ધારાસભ્ય દુષ્યંત પટેલ,પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ઉપ પ્રમુખ ભરત શાહ સહિત પાર્ટીના કાર્યકરો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

બનાવ અંગે એ ડિવિઝન પોલિસે ફરિયાદ દાખલ કરીને બનાવ વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સંધ્યાકાળે જ ભરચક વિસ્તાર માં ભાજપ ના અગ્રણી શિરીશભાઈ અને એક તરવારીયા કાર્યકરો ના ઢીમ ઢાળી દેવાયા હતા ત્યારે આ ઘટના ની તલસ્પર્શી તપાસ થાય તેમ ભરૂચ શહેર ની જનતા ઈચ્છે છે

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY