ભરૂચ તાલુકાનાં કેલોદ ગામમાં આવેલી ખુલ્લી જમીન જેનો ખેડૂતો ખરી તરીકે ઉપયોગ કરી છે.અહીંથી એક્ષપ્રેસ હાઈવેનું કામ કરતી એજન્સી દ્વારા માટી ખોદીને લઈ જવામાં આવે છે. જેથી કેલોદનાં ગામજનો અને ખેડૂતોને સર્વે નંબર 724 વાળી જગ્યા જે વિવિધ કામ માટે ઉપયોગી હતી તે બિન ઉપયોગી બનવા જઈ રહી છે.જેથી આ જમીનમાંથી માટીનું ખોદકામ થતું અટકાવવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં કેલોદ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સર્વે નંબર 724 વાળી જગ્યામાં ગામનાં ખેડૂતો પોતાનાં ખેતરમાં તૈયાર થયેલા પાકને અહીં લાવીને ખલી કરી પાકને કાઢે છે. તો આ સિવાયનાં સમયમાં ગામનાં યુવાનો આ જમીનનો વિવિધ રમતો માટે ઉપયોગ કરે છે.તો સુખ-દુઃખનાં પ્રસંગોએ પણ ગામનાં લોકો અહીં ભેગા મળે છે. આવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં એક્ષપ્રેસ હાઈવેનું કામ કરતી સાગર ઈન્સ્ફ્રાસ્ટ્ર્ક્ચર દ્વારા આ જમીનમાંથી માટી ખોદીને લઈ જવામાં આવે છે. જેના કારણે ગામનાં ખેડુતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. જેથી માટીનું ખોદકામ અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.વહેલી તકે કામગિરી બંધ નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડુતો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







