ભરૂચના મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ યુવાન એક દિવસ અગાઉ ગુમ થયો હતો.બાદમાં તેનો બીજા દિવસે સળગાવી દીધેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મનુબર ગામમાં શોકમય માહોલ છવાઈ ગયો છે.
મનુબર ગામના વતની સાજીદ કેશવણવાલા ધંધા અર્થે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગથી ૭૫ કી.કી. દુર આવેલ ફોકવીલમાં સ્થાયી થયેલ હતો.જે માલની ડિલિવરી આપવા ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.જેનો બીજા દિવસે ટ્રકમાંથી સળગાવી દીધેલ હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા.યુવાન કયા સંજોગોમાં ગુમ થયો કે કરાયો તેનું કેવી રીતે મોત નીપજ્યું કે પછી તેની હત્યા કરવામાં આવી તે રહસ્ય હજુ અકબંધ રહેવા પામ્યું છે. હાલમાં યુવાનના મોતના સમાચારે મનુબર ગામે તેના માતા પિતાને કરવામાં આવતા પરિવાર સહિત ગામમાં પણ શોકમય માહોલ છવાઇ જવા પામ્યો છે.
જોકે તેના પરિવાર દ્વારા સ્થાનિક કળિયાઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.જોકે સાઉથ આફ્રિકામાં વધી રહેલાં ભારતીય પરના હુમલાને બંધ કરાવવાની લોક માંગ પણ ઉઠવા પામી છે.
ધનંજય ઝવેરી:-9978406923
 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







