ગુજરાત રાજયમાં “ઇ-ગુજકોપ એપ્લીકેશન“ ના ઉપયોગથી ગુનો ઉકેલવાની તથા સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન, અવરનેસની પરીણામલક્ષી તપાસને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજયના પોલીસ અધિકારી – કર્મચારીને “E-Cop Award” તથા “ Cyber Cop of the Month Award “ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજયભરના જિલ્લાઓ અને શાખાઓની “ઇ-ગુજકોપ એપ્લીકેશન“ ના ઉપયોગથી ગુનો ઉકેલવાની કામગીરીની માહિતી તેમજ “સાયબર ક્રાઇમ” લગત કામગીરી ચકાસતા “ સ્ટેટ એમ્પાવર્ડ કમિટી “ દ્વારા ભરૂચ એલ.સી.બી. તથા સાયબર ક્રાઇમ શાખાના ગુનાઓની પરીણામલક્ષી કામગીરી કરવા બદલ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત એલ.સી.બી. શાખાના પીઆઇ શ્રી એસ.સી.તરડે નાઓને “E-Cop Of The Month Award” તથા સાયબર ક્રાઇમ સેલના પો.કો. મલ્કેશકુમાર રામસીંગભાઇ ગોહિલ રાજયમાં સાયબર ક્રાઇમનાં ગુનાની પરીણામલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરી સતત ત્રીજી વાર “Cyber Cop Award” માટે પસંદગી પામ્યા હતાં. પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી ભરૂચ જીલ્લા એલ.સી.બી. શાખાના પીઆઇ શ્રી એસ.સી.તરડે નાઓને “E-Cop Of The Month Award” તથા સાયબર ક્રાઇમ શાખામા ફરજ બજાવતા પો.કો. મલ્કેશકુમાર રામસીંગભાઇ ગોહિલ નાઓને “Cyber Cop of the Month Award” ગાંધીનગર ખાતે પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી તા. ૧૨/૧૧/૨૦૧૮ ના રોજ એનાયત કરાયો હતો. ભરૂચ એલ.સી.બી. શાખાના પીઆઇ શ્રી એસ.સી.તરડે તથા સાયબર સેલનાં પો.કો મલ્કેશકુમાર રામસીંગભાઇની શ્રેષ્ઠ કામગીરીને ભરૂચ એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓએ બીરદાવી તેઓને અભિનંદન આપ્યાં હતાં.
ધનંજય ઝવેરી 7474888861
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







