ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિકના ભારણને હળવા કરવા તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને પડતી તકલીફો નીવારવાના હેતુસર પાલિકા તંત્ર અને પોલીસ વિભાગે લાલ આંખ કરી રસ્તા ઉપર કરાતા ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્ક કરાતા વાહનો હટાવવાની ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે.

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી-ગલ્લા તેમજ કેટલાક ઇસમો આડેધડ પોતાના વાહનો ને પાર્ક કરી બેજવાબદારી પૂર્વક જતા રહે છે. તેમજ રસ્તા ઉપર જયાં ત્યાં લારીઓ ઉભી કરવા તેમજ દુકાન ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે પોતાની દુકાનોના ડીસ્પ્લે ,બેનરો રોડ સુધી મુકવા વિગેરે પ્રવૃત્તિઓ વધી હોવાની ફરિયાદોના પગલે પાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ભેગા મળી આજે સવારથી ભરૂચ સ્ટેશન રોડ થી પાંચબત્તિ સુધીના વિસ્તારને આવરી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.જે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખની છે કે, એકાએક તંત્રએ લાલ આંખ કરી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરતા ગેરકાયદે દબાણ કરતા લારી-ગલ્લા તેમજ દુકાનદારોમાં ફફડાટ સાથે ભાગદોડ મચી જવા પામી હતી. તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વાર આડેધડ પાર્ક કરાયેલા વાહનોની હવા કાઢી તેને ડીટેઇન કરવા કવાયત હાથ ધરવાના પગલે વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
;
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






