પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા ના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ‘તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન બાતમીદાર માફરતે બાતમી મળેલ કે અંક્લેશ્વર પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ રોશન શોપીંગ સેન્ટર મા આવેલ ખેતેશ્વર મોબાઇલ નામની દુકાનનો સંચાલક બિલ કે આધાર પુરાવા વગરના મોબાઇલ ફોનનુ વેચાણ કરી રહેલ છે જે બાતમી આધારે ખેતેશ્વર મોબાઇલ નામની દુકાન મા તપાસ કરતા દુકાન માલીક ભૈરારામ ભગવાનારામ પુરોહીત રહે-જુની કોલોની અંક્લેશ્વર મુળ રહે- બાડમેર રાજસ્થાન નો હાજર મળી આવતા તેને સાથે રાખી દુકાન મા તપાસ કરતા અલગ-અલગ કંપની ના મોબાઇલ ફોન નંગ-૪૭ કુલ કી.રૂ. ૫૧,૭૦૦/- ના મળી આવેલ જે મળી આવેલ મોબાઇલ ફોન ના કોઇ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ નહી જેથી મળી આવેલ મોબાઇલ ફોન ગુનાહીત પ્રવૃતિ થી મેળવેલ હોવાનો શક જતા વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને દુકાન માલીક ભેરારામ ભગવાનારામ પુરોહીત વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથાહે.કો. ઉપેન્દ્ર કેશરાભાઇ તથા પો.કો. તરૂણભાઇ રવજીભાઇ તથા પો.કો. સરફરાજ મહેબુબભાઇના ઓ દ્વારા કરવામા આવેલ છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






