ભરૂચઃભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ ભરૂચ શહેર-જિલ્લાવાસીઓના પ્રજાકીય કાયમી પ્રશ્નોની કરાતી રજૂઆતો ઉપરાંત જિલ્લાના લોક પ્રતિનિધિઓ તરફથી કરાતી લોકપ્રશ્નોની રજૂઆતોનો હકારાત્મક અભિગમ થકી કાયમી – ઝડપી અને સરળ ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પોલીસ વડા ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી સહિત જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ભરૂચ કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ શરૂઆતમાં સાંસસભ્ય, ધારાસભ્ય ધ્વારા રજૂ થયેલ, સિંચાઇ, રસ્તા, પીવાના પાણી, દબાણ વગેરેને લગતાં પ્રશ્નોની અને પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુઇટી વગેરેની સમયસર ચૂકવણી ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત તથા સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી તેમજ સરકારી દબાણો દૂર કરવા વગેરે અંગે સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







