સફાઈ કામદારોનું સન્માન કરવાની રાજકોટ મ.ન.પા.ની પહેલને કેન્દ્રએ બિરદાવી

0
23

રાજકોટ,તા.૧૯
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” હેઠળ વિવિધ અવનવા આયામ ઉમેરવામાં આવી રહયા છે તે અંતર્ગત વખતોવખત ખાસ સઘન સફાઈ ઝુંબેશ, સામાજિક ભાગીદારી સાથે જાહેર સ્થળોની સફાઈ ઝુંબેશ, કચરાનું વર્ગીકરણ, કચરામાંથી ખાતર અને ઉર્જાનું ઉત્પાદન, તેમજએક નવી પહેલ રૂપે શહેરના શ્રેષ્ઠ સફાઈ કામદારોનું જાહેર સન્માન કરવાનું પણ શરૂ કરવામાં આવેલી છે.
વિશેષમાં, કેન્દ્ર સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના જાહેર સન્માન કરવા માટે જે નવી પહેલ હાથ ધરવામાં આવેલી છે તેની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. માત્ર એટલું જ નહી પરંતુ કેંન્દ્ર સરકારે દેશની અન્ય મહાનગરપાલિકાઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની પહેલને અનુસરવાનો અનુરોધ કરવામાં આવેલો છે.
આ સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે સ્વચ્છતા બાબતમાં જાગૃત થવાનો સંદેશ વિશ્વ સ્તરે પ્રસરાવે છે. કોઈપણ શહેર અને ગામમાં જાહેર સ્વચ્છતાની બાબતમાં જેઓનું સૌથી અમૂલ્ય યોગદાન રહયું છે તે સફાઈ કામદારો પ્રત્યે ઋણ સ્વીકારવું એ આપણા સૌની નૈતિક ફરજ છે.
મ્યુનિ. કમિશનરએ આ અવસરે એક વિશેષ જાહેરાત કરતા એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર સફાઈ કામદારોની તસવીર અને નામ સહિતની વિગતો પ્રસિધ્ધ કરી તેઓનું જાહેર સન્માન કરવાની પહેલ કરતા સફાઈ કામદારોના ઉત્સાહમાં સારો એવો વધારો થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY